કેશોદ તાલુકાના ચર ગામમાં વીર દાદા વાછરાજના જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તળાજા જિલ્લાના પ્રસિદ્ધ રામામંડળ દ્વારા આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રામામંડળનું મુખ્ય ઉદ્દેશ્ય ચર ગામમાં આવેલ વાછરાજ દાદાના મંદિરના વિકાસ અને લોકકલ્યાણના કાર્ય માટે ફાળવેલ હતું. ‘જય અલખ ઘણી આશ્રમ’ દ્વારા આયોજિત આ રામામંડળ સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ ઓળખાય છે અને આજના દિવસે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોના લોકો ભવ્ય સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલમ, ગામના અગ્રણીઓ અને વિવિધ સમાજસેવી વ્યક્તિત્વો ઉપસ્થિત રહી આ પવિત્ર સંકલ્પને દીપાવ્યું હતું. લોકો ઊંડા ઉત્સાહ સાથે તન, મન અને ધનથી સહયોગ આપીને આ ધાર્મિક કાર્યને સફળ બનાવ્યું હતું.
વિશેષ ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલા ભાભા દ્વારા રામામંડળમાં ઉપસ્થિત દર્શકો માટે મોજ અને આનંદભેર પ્રસંગ રચાયો હતો, જેને સૌએ ખૂબ પસંદ કર્યો હતો.
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ