
અહેવાલ :- સંજય વાળા, ધારી
અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ દ્વારા ગરમલી ગામે બુટલેગરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના ગુપ્ત બાતમીદારો દ્વારા મળેલી માહિતીના આધારે વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસે સ્થળ પર દરોડો પાડી ટ્રક સહિતનો મોટો મુદામાલ કબજે કર્યો છે.
📍 સ્થળ: અમરેલી – ચલાલા નજીક, ગરમલી ગામ
🚚 જપ્ત કરાયેલ ટ્રક નં: GJ-14-Z-5670/719
🍾 વિદેશી દારૂનો મુદામાલ: ₹1,155,570 જેટલો
👮♂️ આરોપી પકડાયો: 1
🚨 ફરાર આરોપીઓ: 3 (શોધખોળ ચાલુ)
ચલાલા પોલીસે સમગ્ર ઓપરેશન દરમિયાન વિદેશી દારૂની મોટી ખેપ ફોડતી, એક આરોપીને ઝડપી પાડી લઈ ટ્રક સહિત દારૂ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો મુજબ, દારૂનો કટિંગ કરતા આરોપીઓ પૈકી 4 પૈકી 1 આરોપી હાલ પકડાયો છે, જ્યારે બાકીના ત્રણ આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓની શોધ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
🔎 દારૂની બોટલો અને ટ્રક પણ પોલીસના કબ્જામાં લેવામાં આવ્યા છે. હાલ કેસની વધુ તપાસ ચલાલા પોલીસ દ્વારા ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે.
👉 ખાસ નોંધ: આ પ્રકારના ગુનાઓ સામે પોલીસના સઘન પગલાંથી સંદેશ જાય છે કે વિરુદ્ધ પ્રવૃત્તિઓને કોઈ જ છૂટછાટ મળશે નહીં.