ગીર સોમનાથ
વેરાવળ શહેરમાં હાલ જીલ્લા કલેકટર દ્વારા જે વિકાસ નાં કામો થઈ રહ્યા છે તેમાં ધાર્મિક જગ્યાએ આવેલ ગેરકાયદેરના બાંધકામ ને સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું. જીલ્લા કલેકટર અને તેમની ટીમ દ્વારા હકારાત્મક વિચારધારા રાખનારા શિક્ષક અને મુજાવર નું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું
વેરાવળ શહેરમાં હાલ વિકાસના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે અને આ કામો જિલ્લાના વડા એટલે કે જિલ્લા કલેકટર દ્વારા પોતાની આગેવાની માં અને પોતાની દેખ રેખ નીચે કામગીરી થઈ રહી છે આમ તો સરકારી અધિકારી એ પોતાની એર કન્ડિશન ઓફિસમાં બેસીને કાગળ પર સહી કરવાનો કામ પસંદ કરતા હોય છે ત્યારે આ બાઉન્ડ્રી ને તોડીને વેરાવળના જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ રસ્તા પર 40 ડિગ્રી તાપમાનમાં રહીને લોકોની સેવા કરી રહ્યા છે જે બાબતને લોકો ખૂબ બિરદાવી રહ્યા છે અને જિલ્લા કલેક્ટર માટે “વિકાસ પુરુષ” જેવા શબ્દો નો ઉચ્ચારણ થઈ રહ્યું છે જ્યારે વિકાસના કામો થતા હોય છે ત્યારે સામાજિક અને ધાર્મિક બાબતો પણ ધ્યાનમાં આવતી હોય છે
વેરાવળ બાયપાસ ચોકડી પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં એક ધાર્મિક જગ્યા આવેલી હોય જે આ સરકારી કામમાં નડતરરૂપ થતી હોય ત્યાંના જવાબદાર લોકોને બોલાવી અને તે તે ધાર્મિક જગ્યા હટાવવાની જાણ ત્યાં જવાબદાર લોકોને કરવામાં આવેલ હતી આ બાબતની જાણ જ્યારે વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટણી જમાતના પટેલ અફઝલ પંજા જે પોતે એક શિક્ષક છે તેમને ખબર પડી ત્યારે તેમણે જિલ્લા કલેકટર અને ધાર્મિક જગ્યાના રખેવાળ વચ્ચે મધ્યસ્થતા કરી સરકારી કામકાજમાં નડતરરૂપ વધારાના ગેરકાયદેસર બાંધકામને દૂર કરી ધાર્મિક જગ્યાના જવાબદાર લોકોએ સ્વેચ્છાએ ગેરકાયદેસરનું બાંધકામ હટાવી અને એક હકારાત્મક વિચારધારા આ વેરાવળ શહેર માટે રજૂ કરેલ હતી જિલ્લા કલેકટર સાહેબે આ બાબતની ખાસ નોંધ લઈ સમાજસેવક શિક્ષક અફઝલ પંજા અને ધાર્મિક જગ્યાના જવાબદાર લોકો જેમાં નીશાર ભાઈ મન્સૂરી સલીમભાઈ માયા ને રૂબરૂ બોલાવી0અધિક કલેકટર,નાયબ કલેક્ટર અને ડીડીઓ ની હાજરીમાં તેમનું જિલ્લા કલેકટર દ્વારા સાલ ઓઢારી અને સન્માન કરવામાં આવેલ હતું
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)