ચીખલીમાં ભરૂચના ઝઘડિયાની દુષ્કર્મ પિડીતા ૧૦ વર્ષની માસૂમ દીકરી જીંદગીનો જંગ હારી ગઈ એ મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ દ્વારા “કેંડલમાર્ચ” યોજવામાં આવી..
ચીખલી: ભરૂચના ઝઘડિયાની દુષ્કર્મ પિડીતા ૧૦ વર્ષની માસૂમ દીકરી જીંદગીનો જંગ હારી ગઈ એ મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવસારી જિલ્લા આમ આદમીપાર્ટી દ્વારા ચીખલીમાં ગાર્ડન થી બસ ડેપો સર્કલ સુધી “કેંડલમાર્ચ” યોજવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને માસૂમ દીકરી ને સૌ કોઈએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને માસૂમ દીકરી ને યોગ્ય ન્યાય મળે અને હત્યારાને ફાંસી ની સજા થાય એવી માંગ કરી હતી.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)