ચીખલી તાલુકાના કાકડવેલ ગામે સરપંચ નટુભાઈ પટેલ, ઉપસરપંચ નિલેશભાઈ પટેલ,રણજિતભાઈ પટેલ,હિરક પટેલ સહિતના આગેવાનો દ્વારા 3 દિવસીય બિરસા મુંડા રાત્રી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 50 થી વધારે ટીમોએ ભાગ લીધો જેમાં માંડવખડકના વિમલ ની ટીમ વિજેતા બની અને કાકડવેલની હિરક પટેલની ટીમ રનર્સ અપ બની હતી.આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,યુવા ટાયગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ,સરીગામના યુવા આગેવાન મનીષભાઈ,તાલુકા પંચાયત સદસ્ય ભીખુદાદા દ્વારા કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મનીષ શેઠે યુવાનોને સંદેશો આપતાં જણાવેલ કે ક્રિકેટમા જે રીતે એકતા દેખાડો છો તે જ રીતે સમાજ અને દેશની લડતમાં સાથ આપજો.તમે મેળામાં કે ક્રિકેટ રમવા જાવ છો ત્યારે 20-50 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જાવ છો તો એ જ રીતે સમાજના કાર્યક્રમમા પણ 20-50 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જાવ.જે દિવસે સામાજિક જનજાગૃતિ આવી જશે તે દિવસે સમાજને કોઈપણ અન્યાય કરી શકશે નહિ.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)