ચૈતર વસાવા ની જીભ લપસી..પ્રધાનમંત્રી ના અંગત જીવન પર કરી ટિપ્પણી..

ભરૂચમાં ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભા..         

લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન

જે પોતાની પત્નીને ના સાચવી શક્યો તે જનતાને શું સાચવશે ?…મોદીની શું ગેરંટી ?

ઇન્ડિયા ગઠબંધનનાં લોકસભાના ઉમેદવાર ચૈતરવસાવાનાં સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી સેલનાં ચેરમેન

ઇમરાનભાઈ પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં ભરૂચમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં ચૈતર વસાવા એ મોદીની ગેરંટી સામે સવાલ કરતા જે પત્નીને ન સાચવી શકે તે દેશને કેવી રીતે સાચવશે કહી જાહેર મંચ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું…

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ રોડ ધોબી તળાવની સામે, અઢાર કોટરની પાછળના ગ્રાઉંડ પર ઇન્ડિયા ગઠબંધનનાં લોકસભાના ઉમેદવાર ચૈતરવસાવાનાં સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી સેલનાં ચેરમેન ઇમરાનભાઈ પ્રતાપગઢી ની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ઇમરાન પ્રતાપગઢી એ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદી ને શબ્દોના જાદુગર કહી કટાક્ષ કરતા કહ્યું હતું કે બહુત હુવી મહેગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર યે ઊંનકા નારા થા તો અબ વો ઇસકે સાથ ક્યું નહી ચલતે, કહી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

આ જાહેર સભા માં મંચ પરથી લોકસભાના ઉમેદવાર ચેતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે

જે પોતાની પત્નીને ના સાચવી શક્યો તે જનતાને શું સાચવશે ? આ મોદીની ગેરંટી છે . અબ કી બાર ચારસો પાર નહિ પણ અબ કી બાર ભાજપ બહાર લોકો કહી રહ્યા હોવાનું કહી વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઈન્ડીયા ગઠબંધનની સભામાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, ઉપરાંત કોંગ્રેસ અગ્રણીઓ સુલેમાન પટેલ, સમસાદ અલી સૈયદ સહિત ના અગ્રણીઓ એ મંચ એક બીજા ના હાથ માં હાથ મેળવી આપ અને કોંગ્રેસ ગઠબંધન મજબૂત હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

 

અહેવાલ :- નીતિન માને ( ભરૂચ )