ચોંકબજાર પોલીસની જાણકાર કામગીરી: વરસાદમાં ફસાયેલા બાળકો, મહિલાઓ અને રાહદારીઓને સલામત સ્થળે પહોંચાડ્યા

સુરત: સતત પડતા વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં ચોંકબજાર પોલીસની સમયસૂચક અને માનવતાપૂર્વકની કામગીરી પ્રશંસનીય બની છે.

મંગળવારના રોજ ચોંકબજાર વિસ્તારમાં વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા સ્કૂલથી પરત આવતા નાના બાળકો, મહિલાઓ તથા રાહદારીઓ મધ્યમાં ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ચોંકબજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકો, મહિલાઓ તથા અન્ય રાહદારીઓને સલામત રીતે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

પોલીસની સમયસૂચક કામગીરીના કારણે કોઈ જાનહાનિ ન થઈ અને સ્થાનિક લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

શહેરમાં ભારે વરસાદ વચ્ચે પોલીસના આવા ઝડપી પ્રયાસો માનવતાની શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અહેવાલ: બ્યુરો રિપોર્ટ