- સુરત :
સુરતમાં વરસાદની સિઝન ચાલું થતા રોડમાં ભુવા પડવાનું શરૂ થયું હતું. પરંતુ આજે રોડની સાથે સાથે પાલિકાએ બનાવેલા ફુટપાથ પર પણ ભુવો પડી ગયો છે. કતારગામ લેક ગાર્ડનને લાગુ બનાવેલો ફુટપાથ બેસી જતાં મુલાકાતીઓ માટે જોખમ ઊભું થયું છે. પાલિકાએ ફુટપાથનો ભુવો રીપેર કરવાની કામગીરી ન કરતાં લોકોએ જાતે લાકડાની આડાશ મુકી દીધી છે. ફુટપાથ પર ભુવો પડતા હવે લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે માત્ર રોડ નહી પરંતુ ફુટપાથ બનાવવામા પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યાં છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં લેક ગાર્ડન આવ્યો છે. આ લેક ગાર્ડનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. વહેલી સવારે આ ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ અને ઇવનિંગ વોકમાં આવી રહ્યાં છે.
અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)