જૂનાગઢ આજરોજ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની સુચના અન્વયે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અલ્પેશ સાલ્વીના માર્ગદર્શન હેઠળ ચોરવાડ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકસવાડા અને NCD સેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ દ્વારા મેડિકલ અને PMJAY કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તમામ સફાઈ કામદારોના આરોગ્યની તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)