સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી, વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે મોતીતળાવ રોડ, વી.આઈ.પી. ગેટ નં.૨ સામે એક ઇસમ નંબરપ્લેટ વગરની હિરો સ્પ્લેન્ડર બાઈક સાથે ઉભો છે. સ્થળ પર પહોંચતા પોલીસે અલ્ફાઝ અબ્દુલભાઈ બેલીમ (ઉ.વ.૨૬, ઘોબી સોસાયટી, બોરતળાવ) ને બાઈક સાથે ઝડપી લીધો હતો.
પ્રાથમિક પુછપરછમાં તેણે મોટરસાયકલને અગાઉ શીલુ ખોજા નામના વ્યક્તિ પાસેથી ઉપયોગ માટે મળેલી હોવાનું કહ્યું, પણ કોઈ કાગળ નહીં આપતાં બાઈક કબ્જે કરી તપાસ હાથ ધરાઈ હતી.
બાઈકની વિગતોથી બોરતળાવ પો.સ્ટે. ફ.ગુ.ર. નં. ૦૧૮૬/૨૦૧૯ કલમ ૩૭૯ હેઠળ નોંધાયેલ ગુનો તપાસમાં ખુલ્યો હતો.
મોટરસાયકલની કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી કબ્જે લેવામાં આવી છે. આરોપી સામે કાયદેસર કાર્યવાહી બાદ તેને બોરતળાવ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદીપસિંહ ગોહિલ, કેવલ સાંગા, માનદિપસિંહ ગોહિલ અને એજાજખાન પઠાણેનેશભરી રીતે કરી હતી.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર