ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા ઇસમને પકડવાની કામગીરીમાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને તેમની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાસ બાતમીના આધારે એક શંકાસ્પદ રીક્ષા ઝડપી લેવામાં આવી.
પીળા અને કાળા રંગની, આગળ નંબર પ્લેટ વગર અને પાછળ GJ-24-W-3993 નંબરની ઓટો રિક્ષા સાથે શંકાસ્પદ ઇસમ હરેશભાઇ કનુભાઇ ચારોલીયા (ઉ.વ. ૨૦, રહે. પ્લોટ વિસ્તાર, કુભણ, તા. મહુવા, જી. ભાવનગર) મળી આવ્યો હતો. પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, રિક્ષા તેને તેના મિત્ર રઘુભાઇ પરમાર પાસેથી આશરે દોઢ માસ પહેલા રૂ. ૫,૦૦૦/-માં મળી હતી. જો કે પ્રાથમિક તપાસમાં રીક્ષા ચોરીની હોવાનું જણાતા તેને કાયદેસર કબજે કરી બોરતળાવ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.
કબ્જે કરેલ મુદ્દામાલ:
કાળી રંગની બજાજ કંપનીની ઓટો રિક્ષા (રજી. નં. GJ-24-W-3993)
ચેસીસ નં. MD2A27AY1JWH28112
એન્જિન નં. AZYWJH69596
કિંમત: અંદાજે રૂ. ૫૦,૦૦૦/-
સંબંધિત ગુન્હો:
રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0557/2025, ભારતીય ન્યાયસંહિતા કલમ 303(2) મુજબ નોંધાયેલ ગુન્હો.
કામગિરિ કરનાર સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા
રાજેન્દ્રસિંહ સરવૈયા, અશોકભાઈ ડાભી, અરવિંદભાઈ બારૈયા, તરૂણભાઈ નાંદવા, પ્રવિણભાઈ ગળસર, બ્રિજરાજસિંહ ગોહિલ
અહેવાલ: સતાર મેતર, ભાવનગર