ચોરી ના 11 મોંબાઇલ સાથે એક ઇસમ ને દબોચી પાડતી LCB ભાવનગર

ભાવનગર

તા.૨૪/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, અગાઉ મોબાઇલ ફોનની ચોરીમાં પકડાયેલ અકરમ મહેબુબભાઇ ખોખર રહે.કુંભારવાડા,મોતી તળાવ,ભાવનગરવાળો એ.વી. સ્કુલના ગેઇટ પાસે મોબાઇલ ફોન વેચવા માટે બેઠેલ છે. તેની પાસે રહેલ મોબાઇલ ફોન તેણે કોઇ પાસેથી છળકપટથી મેળવેલ અથવા ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં મોબાઇલ ફોન નંગ-૧૧ સાથે હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ફર્યુ ફર્યુ બોલી મોબાઇલ ફોનના કોઇ બીલ કે આધાર પુરાવાઓ રજુ કરેલ નહી. જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી અગર તો છળકપટ થી લાવેલ હોવાનું જણાય આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.

અહેવાલ:- ગુજરાત બ્યુરો