છાણી ગામમાં આરોપી વિલ્સન સોલંકી દ્વારા 10 વર્ષથી યુવતી પર દુષ્કર્મ, છાણી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી

વડોદરા: શહેરના દશરથ ગામે રહેતા વિલ્સન સોલંકી નામના વ્યક્તિએ છાણી ગામમાં રહેતી યુવતી પર છેલ્લા 10 વર્ષથી દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. છાણી પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપીને પોલીસે મેડિકલ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી વિલ્સન સોલંકી પોતે પરણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં પોતાની ઓળખ છુપાવી, નવેમ્બર 2016માં તે સમયે 15 વર્ષની યુવતીને “તુ મને બહુ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ” એવો લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો.

આરોપીએ વર્ષોથી યુવતીને લગ્નના મીઠા વચનો આપી પ્રેમ સંબંધમાં રાખી હતી, પરંતુ હાલ યુવતી પુખ્ત વયની થતી તે પછી પણ આરોપીએ તેની સગાઈ તોડાવી દીધેલી. આરોપીએ વચન ભંગ કરીને 14 ફેબ્રુઆરીના રોજ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

આ વાત સામે આવતા છાણી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિલ્સન સોલંકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે તેમજ રિમાન્ડની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.

👉 મુખ્ય મુદ્દા:
✔️ આરોપી વિલ્સન સોલંકી દ્વારા 10 વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ
✔️ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ
✔️ આરોપીનું મેડિકલ પ્રક્રિયા અને રિમાન્ડની તજવીજ
✔️ છાણી પોલીસ સ્ટેશનની ઝડપી કાર્યવાહી

📝 અહેવાલ : હર્ષ પટેલ – વડોદરા