વેરાવળ તાલુકાના છાપરી ગામ પાસે દેવકા નદી પર આવેલા પુલની મરામત કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. હાલ પુલની તમામ સમારકામ કામગીરી પૂર્ણ થઇ ગઈ છે અને પુલ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે.
વિશેષ છે કે તાજેતરના ભારે વરસાદમાં પુલના ‘એપ્રોન ફ્લોર’માં ધોવાણ થતાં પુલની મજબૂતી અંગે ચિંતા ઉભી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદથી થયેલ નુકસાનીને ઝડપથી સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગને સુચના આપી હતી.
છાપરી પુલની કામગીરીનું ત્વરિત નિરીક્ષણ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જાતે કર્યું હતું. તેમણે કાર્યપાલક ઈજનેર સહિત સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી હતી.
મરામત કામગીરીમાં કરવામાં આવ્યા સુધારા:
ધોવાઈ ગયેલા એપ્રોન ફ્લોરની પુનઃસ્થાપના
પુલના બે ગાળામાં થયેલા ક્ષતિગ્રસ્ત ભાગોની મરામત
નવી કોંક્રિટ પ્રવાહી કામગીરી
સાવચેતીઅના ભાગરૂપે પુલ નીચે ફરીથી મજબૂત એપ્રોન સ્થાપિત
ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ અને સલામત વાહન વ્યવહાર મળી રહે એ હેતુ સાથે, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે રાતદિવસ કરીને કામગીરી પૂર્ણ કરી છે. હાલ પુલ પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ ગયો છે અને કોઈપણ પ્રકારની અવરોધના લક્ષણો નથી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ.