“છાયળ કૃપા ટ્રસ્ટ અને બકોત્રા પરિવાર દ્વારા ડેરવાણ ગામે રક્ત દાન કેમ્પ અને છાયળ કૃપા ભવન શિલાન્યાસ નો ભવ્ય આયોજન”.

છાયળ કૃપા ટ્રસ્ટ અને બકોત્રા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે છાયળ કૃપા ભવન શિલાન્યાસ અને રક્ત તુલા નું ભવ્ય આયોજન કેશોદ તાલુકા ના ડેરવાણ ગામે થશે..

કેશોદ તાલુકાના છેવાડા નું ગામ ડેરવાણ ખાતે શ્રી છાયાળ કૃપા ટ્રસ્ટ અને બકોતરા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે આવનાર તા : 21-2-2025 ના રોજ વીર આહીર પૂજ્ય ભારા બાપા ની પુણ્ય તિથિ નિમિતે મહા રક્ત દાન કેમ્પ તેમજ ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ તેમજ પૂર્વ કેબિનેટ મિનિષ્ટર , આહીર સમાજ ના ભામાશા જવાહર ભાઈ પેથલજી ભાઈ ચાવડા ની રક્ત તુલા તેમજ છાયાળ કૃપા ભવન નો શિલાન્યાસ પ્રસંગ તેમજ બકોત્રા પરિવાર ના સુરાપુરા શ્રી વીર આહીર ભારા બાપા ના બલિદાન ને સાર્થક કરતો વિશેષ પ્રસંગ યોજાવા જઇ રહ્યો છે જેમાં તમામ આહીર સમાજ તેમજ ડેરવાણ સમસ્ત ગામ તરફ થી આ કાર્યક્રમ માં પધારવા આમંત્રિત કરવામા આવે છે તો વધુ માં વધુ લોકો આ રક્તદાન કેમ્પ ના સહયોગી બની અને રક્ત દાન કરી આ કાર્યક્રમ માં હાજરી આપવા આમંત્રિત કરવામાં આવે છે.

અહેવાલ – જગદીશ યાદવ (જૂનાગઢ)