છારા બંદર, કોડીનાર (ગીર સોમનાથ) :
જિલ્લામાં આતંકવાદી ખતરા અને હુમલાની શક્યતા સામે તંત્ર કેટલી હદે સજાગ છે તે જાણવા માટે છારા બંદર ખાતે ડ્રોન એટેકની મોકડ્રીલ (મોક અભ્યાસ) યોજાઈ હતી.
આ મોકડ્રીલ દરમિયાન બનાવટ રીતે ડ્રોન દ્વારા હુમલો થતો બતાવવામાં આવ્યો અને તેના પગલે તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. થોડા સમયમાં ફાયર ફાઈટર ટિમો, એમ્બ્યૂલન્સ તથા બચાવદળ ઘટના સ્થળે પહોંચીને નાગરિકોનું સ્થળ પરથી રેસ્ક્યૂ અને તાત્કાલિક સારવારનું કાર્ય શરૂ કર્યું.
આ પ્રકારની ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ જટિલ પરિસ્થિતિઓમાં તંત્રની કામગીરી, સમયપ્રતિસાદ અને નાગરિકોને બચાવવાની તૈયારીનું મૂલ્યાંકન કરવો હતો. મળતી માહિતી મુજબ સમગ્ર અભ્યાસ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો અને દરેક દળે પોતાની જવાબદારી પ્રમાણભૂત રીતે નિભાવી.
આવા પ્રકારના મોક અભ્યાસો દ્વારા તંત્રની કાર્યક્ષમતા અને જમીનસ્તર પરની કાર્યવાહી ક્ષમતા બંને વધે છે, જેના આધારે આગામી સમયમાં વધુ વિસ્તૃત આયોજન થઈ શકે છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ