જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.એક્ટ અંતર્ગત ચાલી રહેલા ગુનાના આરોપીઓને ઝડપી પકડી કાયદેસર કાર્યવાહી કરવા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.
આ સુચનાઓના અનુસંધાને જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન અને “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.કે.પરમાર સાહેબની આગેવાની હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુ.ર. નં.૧૧૨૦૩૦૨૩૨૫૦૭૩૯/૨૦૨૫ એન.ડી.પી.એસ.એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ), ૨૯ મુજબ નોંધાયેલા ગુનામાં અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં રહેતો દોશમહમદ ઉર્ફે રફીક મહમદભાઈ મકરાણી આરોપી હતો, જે છેલ્લા એક માસથી પોલીસની પકડથી દૂર રહ્યો હતો.
તેમ છતાં પોલીસને બાતમી મળી કે આરોપી જુનાગઢ શહેરમાં સુખનાથ ચોક જેલ રોડ પાસે આવાઝવા કરી રહ્યો છે. આ બાતમીને આધારે એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભુપતસિંહ લખુભાઈ સિસોદીયાએ રેડ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે પો.સબ.ઇન્સ. એ.એચ. માધ્વાચાર્યે તપાસની જવાબદારી સંભાળી છે.
પકડી પાડાયેલ આરોપી:
દોશમહમદ ઉર્ફે રફીક મહમદભાઈ મકરાણી
રહે. અમદાવાદ, દાણીલીમડા, શાહઆલમ મસ્જિદની સામે.
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:
પો.ઇન્સ. આર.કે. પરમાર
પો.સબ.ઇન્સ. એ.એચ. માધ્વાચાર્ય
એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા
પો.કોન્સ. ભુપતસિંહ લખુભાઈ સિસોદીયા
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ