જનરલ ઓબ્ઝર્વર ડૉ. હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર શ્રી ડૉ. હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી માટે નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પેટા ચૂંટણીને લઈ જન ભાગીદારી વધારવા અને smooth ચૂંટણી પ્રક્રિયા માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. ઓબ્ઝર્વર ડૉ. હીરાલાલે ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી રીતે સંપન્ન થાય તે માટે માર્ગદર્શન આપતાં કાર્યતંત્રની પ્રશંસા કરી હતી.

બેઠકમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવા અને સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાના વિષય પર પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં નોડલ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ