જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સાચા અર્થમાં જન સેવા કાર્ય તરીકે ઉભરી આવ્યું…
પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર સંકલ્પને પણ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સાકાર કરી રહ્યું છે
ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી સેવાભાવી સંસ્થા તરીકે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે જેનો સંકલ્પ એક કદમ માનવતા કી ઓરને સાર્થક કરવા મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોને આજીવિકા સુધારણા જેવા જન હિતના કાર્ય કરે છે. સાથે સાથે એક હજારથી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે. અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 10થી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે.
આજે વર્ષ 2025 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને એવા જરૂરિયાત મંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એળે જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અને પગભર બનીને આત્મ નિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જન હિતાર્થ સાકાર કરી રહ્યું છે અને આત્મ નિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા
કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતિન માનેની ઉપસ્થિતમાં યોજાયો હતો. સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડો. હર્ષા મોદી, ઉપ પ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લીપોઈડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડીનેટર ડો. મૃણાલિકા દીક્ષિત, સમાજિક કાર્યકર રતિભાઈ રબારી, જન હિતાર્થે ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને છે તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર, મેંહદી, સિવણની તાલીમ લેનાર 100થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિકરી ઈશ્વા સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 30000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે સમગ્ર જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટમાં બહેનોનો સિંહ ફાળો રહ્યો છે જેમાં જન હિતાર્થના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તથા નયના ખુમાણ, નીમા દાના, પૂજાબેન બેદી, પ્રવીણા પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને છે અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે છે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે
અહેવાલ :- નિતિન માને (ભરુચ)