જમીનનાં ઝઘડામાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી: ગોંડલ તાલુકાના વોરા કોટડામાં રક્તરંજિત ઘટનાને અંજામએકનો મોત, બીજો રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

ગોંડલ | તા. ૨૮ મે, ૨૦૨૫
ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે ખેતીની જમીનને લઈને જુના વિવાદે રક્તરંજિત સ્વરૂપ લેતા પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી નાખી છે.

માહિતી મુજબ, ગઈકાલે મધ્યરાત્રિના સમયે તૂટી પડેલા આ ઘાતકી હુમલામાં ટીટો ઉર્ફે અજય સાકરીયાએ પોતાના પિતરાઈ ભાઈ રાજેશભાઈ સાકરીયાને છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે ઘાયલ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

હુમલાના સમયે ટીટો સાથે અન્ય ચાર શખ્સોની મંડળી પણ હતી, જેણે રાજેશભાઈના પુત્ર અનિલભાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં અનિલભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. ટીટો ઉર્ફે અજય બુટલેગર અને અવારનવાર ઝઘડા કરતો હોવાની ચર્ચા ચાલી રહી છે. પરિજનો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે હુમલાખોરોએ દાદાના વહેંચાણ પછીના ભાગના હોવા છતાં આપણા હકની જમીન કબજે કરવા સતત હુમલાઓ કર્યા છે.

હમણાં સુધી ઘટનાને લઈ પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ તેમજ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

રિપોર્ટ – વિમલ સોંદરવા, ગોંડલ