જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢમાં ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ માટે પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા શરૂ – ૧૦ ઑગસ્ટ છેલ્લી તારીખ.

જૂનાગઢ, તા.૧: જિલ્લા શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢ ખાતે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ઉપલબ્ધ ખાલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. qualified વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ તક છે. આ પ્રવેશ પ્રક્રિયા તા.૧૦ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલુ રહેશે.

વિદ્યાલય તરફથી મળેલ માહિતી મુજબ, જે વિદ્યાર્થીઓ જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે અને જિલ્લાના કોઇપણ માન્ય શાળામાંથી ધોરણ ૧૦માં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે પાસ થયા છે, તેઓ આ પ્રવેશ માટે પાત્ર ગણાશે.

અરજી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીઓ માટે અરજીપત્રક ભરવાના ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે:

  1. નવોદય વિદ્યાલય સમિતિની અધિકૃત વેબસાઈટ https://navodaya.gov.in પરથી અરજીપત્રક ડાઉનલોડ કરી શકાશે.

  2. ભરીને જવાહર નવોદય વિદ્યાલય, જૂનાગઢ ખાતે રૂબરૂ જમા કરી શકાશે.

  3. અથવા ઇમેઈલ jnvjunagadh1@gmail.com પર મોકલી શકાશે.

  4. ઇચ્છુકો વિદ્યાલયથી સીધા અરજીપત્રક મેળવીને પણ જમા કરી શકે છે.

વિગતવાર માહિતી કે અન્ય પ્રશ્નો માટે વિદ્યાર્થીઓ મોબાઇલ નંબર ૭૯૮૪૩૮૧૭૩૮ તથા ૯૩૧૩૭૯૯૯૬૭ પર સંપર્ક કરી શકે છે.

વિદ્યાલયના આચાર્ય દ્વારા જણાવાયું છે કે યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ સમયમર્યાદા અંતર્ગત અરજી કરી લેવી અને આ સુવર્ણ તકનો લાભ લેવા માટે તત્પરતા દાખવવી.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ