જસદણ: જસદણ પંથક સહિત આજુબાજુના વિસ્તારોમાં આજની વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આટકોટ, જંગવડ, પાંચવડા અને જીવાપર સહિતના વિસ્તારોમાં ઘેરી વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે ઠંડકનો અહેસાસ થયો હતો.
સવારની ઠંડી બાદ બપોરે તાપમાનમાં ઉછાળો આવતાં લોકોએ ગરમીનો સામનો પણ કર્યો, જેના કારણે લોકો મિક્સ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
હવામાનના અચાનક બદલાવથી લોકોમાં થોડી ઉદાસીનતા પણ જોવા મળી રહી છે, સાથે જ ખેડૂતો પણ આવી અનિષ્ણિત પરિસ્થિતિ સામે ચિંતિત બન્યા છે.
રીપોર્ટ: કરશન બામટા, જસદણ