જામનગરના બાડા ગામમાં જુગાર રમી રહેલા 8 શખ્સોની પંચકોષી એ. ડિવિઝન પોલીસે અટકાયત કરી 2,28,200ની માલમતા કબ્જે કરી છે.

જામનગર

જામનગરના પંચ કોશી એ. પોલીસ સ્ટેશનના નિર્મળસિંહ જાડેજા, ફિરોઝભાઈ ખફી, જયદીપસિંહ જાડેજા અને ચેતનભાઈ ઘાઘરેટિયાને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર સહિતના આસપાસના વિસ્તારના કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જેથી ભારે નાશ ભાગ થઈ હતી.

પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા કિશોરભાઈ દયાળજીભાઈ મંગે રહે. 58, દી.પ્લોટ,-જામનગર, નિલેશ ઉર્ફે જેરી વિજયભાઈ મકવાણા રહે. નવાગામ-ઘેડ, માસ્તર સોસાયટી- જામનગર, દીલીપસિંહ ઉર્ફે સંજયસિંહ મહાવીરસિંહ જાડેજા રહે. બાડા ગામ, ભરતભાઈ વલ્લભભાઈ કનખરા રહે. 49-રોડ, ઇંદ મસ્જીદની બાજુમાં, જામનગર, ભરતભાઈ મથુરદાસ નંદા રહે કિશાન ચોક જામનગર, વિજયભાઈ ડાયાભાઈ મકવાણા રહે. નવાગામ ઘેડ, જામનગર, ઈકબાલ સુલેમાન શોરા રહે. નાગેશ્વર, જામનગર અને જયેશ સવજીભાઈ હરવરા રહે. 49-દી.પ્લોટ, જામનગરને ઝડપી લીધા છે. જેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત 2,38,200ની માલમતા કબજે કરી છે.

પોલીસે પાડેલા દરોડા દરમિયાન બે આરોપીઓ સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર તથા હીતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન ઝાલા રહે બન્ને નવાગામ ઘેડ, જામનગરવાળા ભાગી છુટ્યા હોવાથી બંનેને ને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)