જામનગરની ન્યુ સાધના કોલોની વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર તથા હાઉસિંગ બોર્ડની ટુકડીએ આવાસના બે અતિ જર્જરિત એવા બ્લોક તોડી પાડયા હતા, અને ડિમોલિશન હાથ ધર્યું હતું

જામનગર
જામનગમાં સાધના કોલોની વિસ્તારમાં વસવાટ કરતાં લોકોનું એસોસિએશન જાગ્યું હતું અને સાધના કોલોની વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મિટિંગ યોજાઈ હતી… જેમાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા રહીશો પહોંચ્યા હતા… પહેલા સ્થાનિકો રેલી સ્વરૂપે મહાનગરપાલિકામા પહોંચ્યા હતા પોતાને હાલમાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટેની મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવી માંગણી કરવામાં આવી હતી… જો કે, તંત્ર દ્વારા રી ડેવલપમેન્ટ સ્કીમ અમલમાં મૂકી છે પરંતુ હાલ ટેન્ડર સ્તરે છે… ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અહીં એક બ્લોક એકાએક ધરાશાયી થયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો… ત્યારે આ વર્ષે ચોમાસા પૂર્વે તંત્ર હરકતમાં આવ્યું છે અને અહીંના રહેવાસીઓને આવાસ ખાલી કરવા નોટિસ પાઠવી છે… જ્યારે રહીશો પોતાના મકાનો સ્વખર્ચે મરામત કરવા તૈયાર છે અને જો આવાસ ખાલી કરવામાં આવે તો સો પ્રથમ તેઓને આશરો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે….

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)