જામનગરની મોદી સ્કૂલમાં આગનું છમકલું.સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી…

જામનગર
જામનગની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સરુસેક્સન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઇલેક્ટ્રીક પેનલમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, શાળાના સ્ટાફની સમયસૂચકતાથી તમામ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.

રાજકોટ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર સહિત રાજ્યભરનું તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટી, ફાયર NOC વગરની શાળા-કોલેજો, હોટેલો, રેસ્ટોરેન્ટ, ગેમઝોન સિલ કરવામાં આવ્યા છે… ત્યારે જામનગરની મોદી સ્કૂલમાં ફાયર સેફટી હોવાથી આ શાળાનું શેક્ષણિક કાર્ય ચાલુ હતું… જે દરમિયાન ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. જોકે, આગ લાગતાની સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી અને તુરંત 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા… સાથોસાથ ફાયર વિભાગને જાણ થતાં ફાયર ફાઇટર પણ યુદ્ધ ના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી… અને આગ પર કાબુ મેળવ્યો હતો… ત્યારે સદનસીબે મોટી દુર્ઘટના સહેજ થી ટળી છે. અને વાલીઓ, વિધાર્થીઓ સહિત લોકોને હાશકારો થયો છે…

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)