જામનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને રૂ.25 લાખના સહાય ચેક અર્પણ કર્યા

જામનગર

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય ચેક વિતરણ કાર્યક્રમ જામનગરના હાપા માર્કટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં કૃષિમંત્રીએ જામનગર તાલુકાના ખેડૂત અકસ્માત વીમા યોજનાના 10 લાભાર્થીઓને સહાય ચેક અર્પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા જામનગર તાલુકાના તમામ ખાતેદાર ખેડૂતો માટે અકસ્માત વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. જે અન્વયે જામનગર તાલુકાના અલગ અલગ ગામોના અકસ્માતે મૃત્યુ પામેલા ખાતેદાર ખેડૂતોના વારસદારો દ્વારા વીમા વળતર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં, કૃષિમંત્રીએ દોઢિયા ગામના મંગાભાઈ કરણાભાઈ ટોયટાના વારસદારને રૂ. 2,50,000/-, આમરા ગામના રમેશભાઈ ખીમજીભાઈ ધારવીયાને વારસદારને રૂ. 2,50,000/-, ઠેબા ગામના રૈયાભાઈ ગંગદાસભાઈ મૂંગરાના વારસદારને રૂ. 2,50,000/-, દોઢિયા ગામના કાંતિભાઈ પોપટભાઈ મેંદપરાના વારસદારને રૂ. 2,50,000/-, બાવરીયાના વીરજીભાઈ રવજીભાઈ મૂંગરાના વારસદારને રૂ. 2,50,000/-, ધીરાભાઈ લીંબાભાઈ ટોયટાના વારસદારને 2,50,000/-, ધુતારપર ગામના કિશોરભાઈ સામજીભાઈ માધાણીના વારસદારને રૂ. 2,50,000/-, ખીમરાણાના માધવજીભાઈ વાલજીભાઈ માંડવીયાના વારસદારને 2,50,000/-, ફલ્લા ગામના પ્રતીક અરવિંદભાઈ ધમસાણીયાના વારસદારને 2,50,000/-, જગા ગામના ગદવિંદભાઈ જીવાભાઈ મોલીયાના વારસદારને રૂ. 2,50,000/- સહિત કુલ રૂ. 25 લાખના સહાય ચેક અર્પણ કર્યા હતા.

આ કાર્યક્ર્મમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ડાયરેક્ટર, સમિતિના સભ્યો, લાભાર્થીઓના પરિવારજનો અને બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહયા હતા.

અહેવાલ :- સલમાન ખાન (ભાવનગર)