જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોને અનિયમિત પાણી મળવાના કારણે AAPના ધારાસભ્ય સહિત આમ આદમી પાર્ટી દ્વારા જામનગર કલેક્ટર કચેરીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું.

જામનગર

ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ન લઈને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં પાણી પુરવઠા બોર્ડની કચેરીથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે બાદ ઉગ્ર પ્રદર્શન કરતાં ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત પ્રદર્શનકારી કાર્યકરોની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી…

જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પાણી મળતું ન હોવાની લોકોની ફરિયાદ અને અમુક વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલી રહ્યું હોય ત્યારે ગામડાઓની વાત તો દૂર રહી જામનગર જેવા શહેરોમાં પણ પાણી ટેન્કર રાજથી અનેક વિસ્તારોમાં લોકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમાં પણ અનિયમિત પાણી વિતરણને લઈને વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે જામનગર કલેકટર કચેરીએ ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમીના પાર્ટીના કાર્યકરો દ્વારા માટલા ફોડ્યા બાદ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા ત્યારે પોલીસ દ્વારા ધારાસભ્ય હેમંત ખવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટક કરી હતી…

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)