જામનગરમાં નિયમ વગર ધમધમતા એકમો પર મહાનગરપાલિકાની સીલીંગની તવાઈ યથાવત

જામનગર

જામગનરમાં ફાયર NOC વગર ધમધમતી વધુ 5 શાળા, 3 ટયુશન કલાસીસ અને 5 હોટલ મહાનગરપાલિકા દ્રારા સીલ કરવામાં આવી છે. ફાયરના નિયમોનો અને વપરાશ પરવાનગી વગર ધમધમતા એકમો પર મનપાની તવાઇ યથાવત રહી છે.

રાજકોટના ગેમઝોનની ભયાવહ દુઘર્ટના બાદ જામનગરમાં મહાનગરપાલિકા દ્રારા ફાયર NOC અને વપરાશ પરવાનગી વગર ધમધમતા શૈક્ષણિક અને ધંધાકીય એકમો સીલ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત છેલ્લાં પાંચેક દિવસથી જામનગર મનપાની ટીમ દ્રારા સીલીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમ દ્રારા ફાયર NOC અને વપરાશ પરવાનગી વગર ધમધમતી ક્રિષ્ના સ્કૂલ, શાન કલાસીસ, લીટલ વર્લ્ડ પ્લેહાઉસ, જય માતાજી હોટલ, ઇન્ડીયન, બુખારિયા રેસ્ટોરન્ટ, અતિથી રેસ્ટોરન્ટ અને ટવીકલ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્રારા અત્યાર સુધીમાં શહેરમાં કુલ 72 શાળા, 58 ટયુશન કલાસીસ, 22 હોસ્પિટલ પાર્ટલી અને 39 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)