જામનગરમાં PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી

જામનગરમાં PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી

જામનગર :

જામનગરમાં 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ જનસભા હતી. જે માટે સુરત SOGના DCPને જામનગરમાં બંદોબસ્તમાં મૂક્યા હતા. એરફોર્સ 1 થી એરપોર્ટ અને એરફોર્સથી મંદિર સુધી બંદોબસ્તનું કામ તેમને સોંપવામાં આવ્યુ હતુ. જો કે તેમણે ફરજમાં બેદરકારી રાખી હોવાનો તેમના પર આક્ષેપ થયો છે.

રેન્જ આઇજીએ SPG અને DGPને લખ્યો પત્ર

 

રેન્જ આઈજી અશોક યાદવે પત્રમાં માહિતી આપી છે કે આ સમય દરમિયાન રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાયો ન હતો. જાહેર પોઈન્ટ પર યોગ્ય બેરિકેટિંગ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યુ છે. જ્યારે નેશનલ પાર્કમાં આવતા કોઈ પણ વ્યક્તિની તપાસ કરવામાં આવી ન હતી. પોલીસ કર્મચારીઓને યોગ્ય નિયમો મુજબ રસ્તા પર ઊભા રખાયા ન હતા. એરફોર્સ પાસે સ્લમ વિસ્તારમાં યોગ્ય બેરીકેટિંગ ન કર્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

 

અહેવાલ :- ગૂજરાત બ્યુરો