જામનગર ખાતે માતુશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં વિદ્યાર્થિનીઓ માટે સેમિનારનું આયોજન કરાયું

જામનગર

કમિશ્નર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા સંચાલિત ”અનુસૂચિત જાતિ વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર” ઝોનલ કક્ષાનું માતુશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં આયોજન કરાયું હતું.

આ શિબિરમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ દ્વારા મહિલાઓની સુરક્ષા, મહિલાઓને લગતી વિવિધ યોજનાકીય માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઇન, નારી અદાલત, વ્હાલી દીકરી યોજના જેવી ઉપયોગી માહિતી દીકરીઓને આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય, સ્ટાફગણ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમમેન્ટ ઓફ વુમન માંથી અસ્મિતાબેન કે.સાદિયા અને 130 જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની હતી.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)