જામનગર નજીક હિટ એન્ડ રન ની ઘટનામાં એક યુવાનનું મોત

જામનગર

જામનગર નજીક ઢીચડા રોડ પર થાર મોટરકારના ચાલકે એક સ્કૂટરને અડફેટે લેતાં સબીરભાઈ દોદેપોત્રા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે, તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ છે,અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે થાર મોટરકાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હોય, પોલીસે ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે…

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)