જામનગર શહેરમાં પ્રિ મોન્સુન કામગીરી ઘણા દિવસોથી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી ૭૦ ટકાથી પણ વધુ કામ પૂર્ણ થઈ ગયું હોવાના દાવાઓ મહાનગરપાલિકના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે..

જામનગર

જામનગર શહેરમાં મેઈન કેનાલોની સાફ સફાઈ કરી અને તસવીરો પડાવી અને પેપરોમાં છપાવી આ કામગીરીની વાહવાહી મેળવનારા અધિકારીઓને જયાં સફાઈ કરવાની છે તે જગ્યા શું નજરમાં નહીં આવતી હોય કે ફરીયાદો નહીં મળતી હોય…. જામનગરના નુરી ચોકડીથી કાલાવડ નાકા બહાર જવાના રસ્તા પર આવેલ બેઠા પુલ પાસે રંગમતી નાગમતી નદી વહે છે… આ નદીમાં ક્યારે તંત્ર દ્વારા પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે… દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદી તો માત્ર નામશેષ જ છે બાકી તો કચરાના ગંજ જ દ્રશ્યમાન થઈ રહ્યા છે… શું આ નદીની સફાઈ કરવાની કામગીરીને પ્રિ મોન્સુન કામગીરીમાં સમાવેશ નહીં કરવામાં આવ્યો હોય ? કેમ ફક્ત અમુક જગ્યાએ સાફ સફાઈ કરી અને અધિકારી દ્વારા ૭૦ ટકાથી વધુ કામગીરી થઈ ગઈ હોવાના દાવા કરી રહ્યા છે.જામનગરના મ્યુનિ. કમિશ્નરે ખુદ આ તમામ પ્રિ મોન્સુન કામગીરીની તપાસ કરવી જોઈએ અને શહેરમાં આવી સફાઈ થઈ છે કે કેમ તે જાત નિરીક્ષણ કરવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ રંગમતી નાગમતી નદીમાં રહેલા કચરાના ગંજના કારણે વધુ વરસાદ પડવાથી નદીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ ઘુસી જાય છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે… કેમ તંત્ર લોકોની આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યું છે તે સવાલ વિપક્ષ ઉઠાવી રહ્યું છે.તાકીદે આ નદીની સાફ સફાઈ કરી અને લોકોના આ પ્રશ્નને હલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો શું આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે પછી કાગળ પર જ થઈ ગઈ છે શું ? તેવો સવાલ આ વિસ્તારના નાગરીકોમાં ચર્ચાઈ રહ્યો છે.આ દૃશ્યો તો ચોમાસા પહેલાં આ નદીઓમા/ ઉકરડાના ઘોડાપૂર આવ્યા હોય તેવું નથી લાગતું ?….

અહેવાલ :- સલમાન ખાન જામનગર