જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમો ઝડપાયા : જુનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસે રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા, જુગારધારાની કાર્યવાહી.

જૂનાગઢ શહેરના ફુલીયા હનુમાન રોડ સ્થિત રક્ષીત એપાર્ટમેન્ટના બહારના ભાગે જાહેરમાં તીનપત્તી જુગાર રમતાં ચાર ઈસમો પર જુનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન કુલ રૂ. ૧૫,૫૫૦ના રોકડ રકમ સહિત મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા એસ.પી. સુબોધ ઓડેદરાની સુચનાઓના અનુસંધાને જુગારપ્રત્યે કડક કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક રવીરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ અને પો.ઇન્સ. આર.કે. પરમારની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા તથા પો.કોન્સ. જીગ્નેશ શુકલને બાતમી મળતા, રક્ષીત એપાર્ટમેન્ટ નજીક રેડ કરવામાં આવી હતી.

આ રેડ દરમિયાન ચાર ઈસમો જાહેરમાં તીન પત્તી (રોન પોલીસ) જુગાર રમી રહ્યા હોવાનું જણાતા, તેમને રોકડ રૂ. ૧૫,૫૫૦ તથા જુગારના પાનાઓ સાથે પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જય મનહરલાલ પારેખ, સતીષભાઇ ગોહેલ, વિનોદભાઇ પરમાર અને અશ્વિનભાઇ મકવાણા નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી જુગાર માટે ઉપયોગમાં લેવાતી ચલણી નોટો તથા પાનાંનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ અધિકારીઓ જેવી કે પો.ઇન્સ. આર.કે. પરમાર, એ.એસ.આઇ. ભદ્રેશ રવૈયા, પો.હેડકોંસ્ટેબલ તેજલબેન સિંધવ, પંકજ સાગઠીયા, જીગ્નેશ શુકલ, નીતીન હીરાણી, વિક્રમ છેલાણા, નરેન્દ્ર બાલસ અને જુવાન લાખણોત્રા એ મળીને ચુસ્ત કામગીરી કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ