જાહેરમાં સરઘસ કાઢી સુરતમાં માથાભારે ઇસમ પર ચડેલું ભાઈગીરીનું ભૂત પોલીસે ઉતાર્યું.

સુરત :

સુરતમાં પોતાનો રૌફ બતાવવા માટે અસામાજિક તત્વો છાસવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે. પોતાનુ વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે આવા અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તિક્ષણ હથિયારો સાથે એક માથાભારે ઈસમે દાદાગીરી કરી હતી. ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. બાદમા લોકોમાં આરોપીએ બેસાડેલી ધાક ઓછી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.હથિયારો સાથે અસામાજિક તત્વએ માથાકૂટ કરી હતી. જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જેથી લોકોમાં પેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીને લઈને આ અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોય તેવું સામે છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)