જિલ્લાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તાજેતરમાં સ્વામિનારાયણ ઈન્ટરનેરશનલ સ્કૂલ, નવસારી ખાતે યોજાઈ હતી. જેમાં ૬ થી ૧૪ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. વકૃત્વ સ્પર્ધામાં ધો.૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગાંભવા રેન્ઝી હિતેશભાઈ તેમજ એકપાત્રિય અભિનય સ્પર્ધામાં ધો.૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉનડકટ પ્રાંજલ યોગેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યો હતો.શાળાના શિક્ષિકાઓ ગૌરીબેન પટેલ અને ભૂમિકાબેન ત્રિવેદી આ વિદ્યાર્થીનીઓને સ્પર્ધાની તૈયારી કરાવવામાં ખૂબ જ મદદરૂપ બન્યા હતા. અને પૂરતુ માર્ગદર્શન આપ્યુ હતુ. વિજેતા થયેલા બાળકોને આચાર્ય શ્રીમતી કડોદવાલા અને શાળાપરિવાર તરફથી આભિનંદન આપવામાં આવ્યા.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)