જિલ્લા કલેકટરઅનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા રોડ પેચવર્ક કામગીરી કરાઇ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના અધિકારીઓ દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકશાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સુચના અનુસાર તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણને પામેલા રસ્તાઓ ત્વરિત મરામત કરી જન સમસ્યાઓનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગો જેવા કે ખડીયા-મેંદરડા-સાસણ રોડ, ખામઘ્રોળ-મજેવડી-માખીયાળા રોડ, મેંદરડા-ખોરાસા-લુશાળા-ખોખરડા રોડ, વંથલી-માણાવદર-બાંટવા-સરાડીયા રોડ, નરેડી-બોડકા-પીપલાણા રોડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારો માર્ગ મરામત કરી જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)