જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ માંગરોળ અને ઘેડ વિસ્તારના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

જૂનાગઢ

જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા આજે માંગરોળ અને ઘેડ વિસ્તારના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જિલ્લાના પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની અને જિલ્લા કલેકટરશ્રીએ માંગરોળ બંદરે બોટ પલટી જવાના દુર્ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને હાજર માછીમારો પાસેથી ઘટનાની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ ઘટના સંદર્ભે જરૂરી સૂચનાઓ સંલગ્ન અધિકારીઓને આપી હતી અને આ પ્રકારની દુર્ઘટનાઓ નિવારવા માટે જરૂરી પરામર્શ પણ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રીએ માંગરોળ શહેરની ડમ્પીંગ સાઈડ, ઉપરાંત શીલ બારા-બંધારા, ઘેળ વિસ્તારના મેખડી સામારડાને જોડતા રસ્તાની પણ મુલાકાત કરી હતી. ઉપરાંત માણાવદરના સરાડીયા ગામની પણ મુલાકાત કરી હતી. અહીં એનડીઆરએફના જવાનો પાસેથી રાહત-બચાવ કામગીરીની જરૂરી વિગતો મેળવી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવાની સાથે લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)