જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કચેરીના ખાતે જિલ્લા મળેલી સંકલન આ બેઠકમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વે શ્રી દેવાભાઈ માલમ, શ્રી સંજયભાઈ કોરડીયા અને શ્રી અરવિંદભાઈ લાડાણી તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં.

આ બેઠકમાં દબાણ, ટ્રાફિક, વિકાસલક્ષી કામો, આધાર સેવા કેન્દ્ર, પિંક કાર્ડ, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. આ બેઠક બાદ દિશા કમિટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં જુદી-જુદી સરકારી યોજનાઓ અંગે જિલ્લામાં થતી કામગીરીની માહિતીની મેળવી સમીક્ષા હાથ ધરી હતી. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જૂનાગઢ જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસાવવા અને પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહાનગરપાલીકા કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, સહિતના સંલગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)