તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય શાખાની “સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક” યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વિવિધ શાખાઓની કામગીરી અંગે તાલુકાવાર વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ, મેન્ટલ હેલ્થ, આરબીએસકે વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ સાથે રોગચાળામાં રોગ અટકાયતી પગલા માટે તથા પીએચસી ઉપર મળતી સુવિધાઓ અંગે લોકજાગૃતિ, પ્રચાર-પ્રસાર કરવા અંગે કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન અને યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત સંલગ્ન શાખાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી કામગીરીનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. બેઠકમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીશ્રી-કર્ચચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: આરીફ શેખ ( નવસારી)