જુનાગઢ, તા.૨૪:મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે જિલ્લા કાનૂની સેવાસતા મંડળ દ્વારા કાયદાનો કસુબલ રંગ કાર્યક્રમ યોજાયો હતો, લોકોને કાયદાકીય સમજ અને જાણકારી મળી રહે તેવા શુભ હેતુથી મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા કાનૂની સેવાસતા મંડળ દ્વારા ઓફિસ સુપ્રીડેન્ટ નયન વૈષ્ણવે સંગીત વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે સહિતની વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વકીલની સેવા, કાનુન સહાય, લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ, લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, મહિલા હેલ્પલાઈન,સહિતની કાયદાકીય બાબતોને અને યોજનાઓની સરળ શૈલીમાં પ્રસ્તુતિ કરી હતી.
આ તકે જુનાગઢ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટએન્ડ સેશન્સ જજ બી.જી. દવે ,પ્રિન્સિપલ ફેમિલી જજ પી વી શ્રીવાસ્તવ સહિતનાં ન્યાયધીશો, એડવોકેટસ,કોર્ટના કર્મચારીઓ,જિલ્લાના વહિવટી તંત્રના અધિકારીઓ, ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ-જૂનાગઢ