જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાની પગલાંબંધ કાર્યવાહી, ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે

ગીર સોમનાથ:

જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ પાસા (પ્રિવેન્ટિવ ડિટેન્શન) હેઠળ એક સાથે ત્રણ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે.

કોડીનાર તાલુકાના રહેવાસી ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયા, નિતેશભાઈ દાનાભાઈ ભાલિયા અને સરજમીનખાન મજીદખાન પઠાણ વિરુદ્ધ કોડીનાર અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટી દારૂ અને બિયર સાથે રૂ. ૫,૬૪,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

આ ઈસમો ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ જારી રાખી શકે છે અને જાહેર સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે ખતરો ઊભો કરી શકે છે, તેવાં કારણોસર જિલ્લા મેજિસ્ટ્રેટે ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ ત્રણેય આરોપીની અટકાયતના હુકમ કરી, તેમને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા હતા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ