
જૂનાગઢ, તા. 24 એપ્રિલ, 2025
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 20 જાહેર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમ દરમિયાન રેવન્યુ રેકોર્ડ સુધારા, ખાતાકીય તપાસ, નવા પાણીના કનેક્શન, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ, વીજળી-પાણીના વેરા, ઓવરબ્રિજ, દિવ્યાંગો માટેના લાભો, સ્મશાનઘાટની દીવાલ, દબાણ હટાવવાની કાર્યવાહી, ખેતીની જમીન માપણી, હદ નિશાની અને રી-સર્વે જેવી અનેક સામાન્ય નાગરિકોની જીવનથી જોડાયેલી ફરિયાદો પર ચર્ચા થઈ.
અધિકારીશ્રીએ ખાસ સૂચના આપી કે, જે પ્રશ્નો વારંવાર રજૂ થાય છે અથવા લાંબા સમયથી પેન્ડિંગ છે, તેમનો તાત્કાલિક અને હકારાત્મક નિકાલ લાવવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “નાગરિકોને નાની નાની બાબત માટે જિલ્લા કક્ષાએ ધક્કા ન ખાવા પડે તે માટે તંત્રે સુવ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે.“
કાર્યક્રમમાં ઉપસ્થિત:
પ્રાંતો અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ