આજરોજ જુનાગઢ (ગ્રામ્ય) ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા નો કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ‘ટેક હોમ રેશન(માતૃશકિત, બાલશકિત, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવેલ હતી,કે જેનો મુખ્ય ઉદેશ બાળકો,કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજીંદા આહારમાં પોષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે.
કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેંદ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે.જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, રાગી, કાંગ, ચેણો, સામો, કોદરી,વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગ ના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પોષણ ઉત્સવમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી ના હસ્તે બાળકોને અન્નપ્રાશન્ન કરાવવામાં આવેલ હતું. તેમજ જણાવેલ હતું કે મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, પૂર્ણાશક્તિ) મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યો મદદથી પૌષ્ટીક વાનગી બનાવામાં આવી હતી.તેમજ કિશોરીઓ દ્રારા પતંગમાં પોષણ ઉત્સવના સ્લોગન લખવામાં આવ્યા હતા જેથી લોકોને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તે અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર વાનગીઓને પ્રમાણપત્ર થી સન્માનીત કરવામાં આવેલ હતા.
તેમજ આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે,તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ભરતભાઈ દોમડીયા તથા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ગુણવંતીબેન પરમાર તેમજ આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આર.બી.એસ.કે. એમ.ઓ. ડો.કાજલબેન વાસીયા તથા આર.બી.એસ.કે. એમ.ઓ. ડો.ચેતનભાઈ ધારૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય પદાધીકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ તેમજ આઈ.સી.ડી.એસનો સ્ટાફ તથા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેલ હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)