જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમીનારનું આયોજન

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત તા. ૨૫ નવેમ્બર(International Day for the Elimination of Voilence against Women) થી ૧૦ ડીસેમ્બર સુધી (Human Right Day) મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ જાગૃતિ સેમીનારનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અને તેની પૂર્વ ભૂમિકા તથા બાળકોને લગતા અન્ય કાયદા તથા યોજનાઓ વિષે જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢના લિગલ કમ પ્રોબેશન ઓફિસર ડૉ.કિરણબેન રામાણી દ્વારા વિગતે સમજુતી આપી હતી.

તેમજ મહિલા બાળ વિભાગની સખી વન સ્ટોપ સેન્ટર યોજના વિશે કાઉન્સેલરશ્રી ઉર્મિલાબેન દ્વારા માહિતી આપવામાં આવી તેમજ DHEW ના જેન્ડર સ્પેશીયાલીસ્ટ રમેશભાઈ ભરડા તથા મીનાક્ષીબેન ડાંગર દ્વારા મહિલા બાળ કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના,બેટી બચાવો બેટી પઢાવો યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,ગંગા સ્વરૂપા પુન; લગ્ન યોજના,મહિલા સ્વાવલંબન યોજના, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્યશ્રી તથા શિક્ષક ગણના સહયોગથી બાળ લગ્ન અટકાવવા અંગે શપથ લઈ કાર્યક્રમ પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

‌અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)