ગીર સોમનાથ જિલ્લાના સ્વતંત્રતા પર્વ–2025ની જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી આ વર્ષે ગીરગઢડા ખાતે યોજાનાર છે. ઉજવણીના આયોજન માટે કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ તૈયારી બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને સુનિયોજિત આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટર ઉપાધ્યાયે સુચવ્યું હતું કે રાષ્ટ્રીય તહેવારને અનુરુપ આ કાર્યક્રમ દેશભક્તિથી સભર અને લોકભાગીદારીથી પ્રેરિત હોય તે માટે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થવી જરૂરી છે. તેમણે સ્વચ્છતા અભિયાન, રોડ પેચવર્ક, મેડિકલ અને ફાયર ટીમોની તૈનાતી, ઓપરેશન સિંદૂર, નાણાકીય યોજનાઓ હેઠળ જનસંતોષ અભિયાન, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ સુચિત કરી.
આ ઉપરાંત ‘હર ઘર તિરંગા’ અભિયાનને લઈને નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલેે અભિયાનની રૂપરેખા આપી. તેમણે વીજ પુરવઠો, પીવાનું પાણી, ટ્રાફિક સંચાલન, વૃક્ષારોપણ જેવી સમગ્ર અનુલગ્ન વ્યવસ્થાઓ અંગે પણ સૂચનો આપ્યા.
તાલુકા કક્ષાની ઉજવણીને લઇને વેરાવળના મેઘપુર, તાલાલાના રામપરા, સૂત્રાપાડાના પીપળવા, કોડીનારના પીપળી અને ઉનાના આમોદ્રા ગામે તાલુકા કક્ષાના કાર્યક્રમો આયોજન હેઠળ રહેશે. દરેક સ્થળે આયોજનોને ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે સફળ બનાવવાના દિશા-निर्दેશ આપવામાં આવ્યા.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા ઉપરાંત આરોગ્ય, શિક્ષણ અને પી.જી.વી.સી.એલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ–સોમનાથ