જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ.

ભાવનગર

ભાવનગર પેરોલ ફર્લો રસ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી સરવરઅલી 6F સાહીલ શેખ રહે.હાલ શિહોર, મૂળ રહે.ભીલવાડા સર્કલ, ભાવનગર વાળી હાલ શિહોર, ભાવનગર-રાજકોટ રોડ ઉપર સર્કીટ હાઉસ સામે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

અહેવાલ :- સતાર મેતર (સિહોર)