જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર. ખેંગાર દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર-પ્રોહી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ્ટેબલ રામસીભાઇ વાલાભાઇ પરમાર તથા ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે તાલાલા નરસંગ ટેકરી વિસ્તારમાં ખોડિયાર ગરબી ચોક પાસે મુકેશભાઈ રામાભાઈ ગઢીયાના મકાન સામે જાહેરમાં જુગાર રમાતો હોવાનું જણાઈ આવતા દરોડો પાડ્યો.
કેસ વિગતો:
ગુ.ર.નં.: 11186007251012/2025
કલમ: જુગાર ધારા કલમ-12
આરોપીઓ:
સાગરભાઈ લખમણભાઈ વાજા
રાજેશભાઈ લખમણભાઈ બાંભણીયા
કાળુભાઈ નાથાભાઈ ગઢીયા
સુભાષભાઈ મુલચંદ્રભાઈ ડોડેજા
નિતીનભાઈ મનુભાઈ જોષી
કબ્જે કરેલ મુદામાલ:
રોકડ રૂ. 10,360/-
જુગાર સાહિત્ય: કિ.રૂ. 0/-
કુલ: કિ.રૂ. 10,360/-
કાર્યકારી ટીમ:
પો.ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, પો.કોન્સ્ટેબલ આર.વી. પરમાર, પો.કોન્સ્ટેબલ રજનીભાઈ દેદાભાઈ મોરી, જી.આર.ડી. સભ્ય ગોપાલભાઈ જીવાભાઇ પરમાર, ટી.આર.બી. સભ્ય સંજયભાઈ કાનાભાઈ રામ, કનુભાઈ વિનેશભાઇ મારડીયા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ