જુગાર રમતા પાંચ શકુનીઓ ને પકડી પાડતી ભાવનગર LCB.

જુગાર રમતા પાંચ શકુનીઓ ને પકડી પાડતી ભાવનગર LCB.

 

 

ભાવનગર:

 

ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ.૧,૭૦,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા કુલ-૦૫ માણસોને ઝડપી પાડતી ​ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, ભંડારીયા-જાગનાથ રોડ, સુકવાના નહેરામાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમતા હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જાહેરમાં ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ અને ત્રણ માણસો ભાગી ગયેલ. તેઓ વિરૂધ્ધ વરતેજ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*પકડાયેલા આરોપીઓઃ-*

 

1. દિપકભાઇ કલ્યાણભાઇ સાવલીયા ઉ.વ.૪૪ રહે.પ્લોટ નંબર-૧૨૧, ગેટ નં.૧, શેરી નં.૧ જવાહરનગર, ભાવનગર

2. ધ્રુવદેવસિંહ ઉર્ફે દશુભા પ્રતાપસિંહ ગોહિલ ઉ.વ.૩૮ રહે.પ્લોટ નં.૬૩/બી, ગાંધીનગર,વિઠ્ઠલવાડી, ભાવનગર

3. ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડિયા ઉ.વ.૩૩ રહે.પ્લોટ નંબર-૭૨,અની પાન પાર્લર,શહિદ ભગતસિંહનગર, ચિત્રા વર્ક શોપ સામે, ભાવનગર

4. રાજેશભાઇ ઉર્ફે મંગાભાઇ વેલાભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહે.પ્લોટ નંબર-૮૨૯, શેરી નંબર-૨૩, અક્ષર પાર્ક, કુંભારવાડા, ભાવનગર

5. નારણભાઇ ભોપાભાઇ મેર ઉ.વ.૪૬ રહે. પ્લોટ નંબર-૧૬૫૦, બેંક કોલોની સામે, સીંધુનગર, ભાવનગર

6. પ્રવિણ ઉર્ફે પલ્લો જાદવભાઇ વાજા રહે.ક.પરા,ભાવનગર *(પકડવાના બાકી)*

7. સોનુ રહે.ભાવનગર *(પકડવાના બાકી)*

8. અમિત રહે.ભાવનગર *(પકડવાના બાકી)*

 

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-👇*

 

 

ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧,૭૦,૩૦૦/- મળી *કુલ કિં.રૂ.૧,૭૦,૩૦૦/- નો મુદ્દામાલ*

 

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*👇

પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગડીયા, બાબાભાઇ હરકટ, મહેન્દ્રભાઇ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, રાજુભાઇ બરબસીયા, સંજયભાઇ ચુડાસમા, એજાજખાન પઠાણ.

અહેવાલ :- સતાર મેતર (સિહોર-ભાવનગર)