જુનાગઢના પંચેશ્વર વિસ્તારમાંથી ₹1.04 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો, A-Division પોલીસની સફળ કાર્યવાહી.

જુનાગઢ શહેરના પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂની ગુપ્ત બનાવટ સામે A-ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે માહિતીના આધારે અલગ અલગ ચાર જગ્યાઓ પર રેઇડ ચલાવી જમીનમાં છુપાવેલા 20 બેરલ દારૂનો જથ્થો ઝડપ્યો છે.

બેરલમાંથી અંદાજે 4000 લીટર દારૂ બનાવવાનો આથો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹1,04,000 થતી હોય છે. પ્રોહીબીશન ધારા હેઠળ ચાર જુદાં જુદાં ગુના દાખલ કરીને ચાર બુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા એસ.પી. સુબોધ ઓડેદરા અને ડાય.એસ.પી. હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

બટલેગરો:

  1. ઉકા વેજાભાઈ કોડીયાતર

  2. રાજુ દેવાભાઈ ગુરગટીયા

  3. ગણપત ગોવિંદભાઈ મોરી

  4. વેજીબેન ખીમાભાઈ ઉલવા

આ જથ્થો સ્થળ પર નષ્ટ કરીને મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ