જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે. પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.વી.નાયક ને DGP’S COMMENDATION DISC 2023 એવોર્ડ એનાયત.

જૂનાગઢ

ગુજરાત રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ 110 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને DGP’S COMMENDATION DISC 2023 એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે જે પૈકી જુનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.જે. પટેલ તથા જુનાગઢ રેન્જમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સી.વી.નાયક ને ઉપરોક્ત એવોર્ડ એનાયત કરી તેઓની ફરજ ને બિરદાવવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)